હનુમાનજીનો રાસ (ભાગ-૩) || Hanumanji No Raas (Part-3) ||
Jemish Bhagat Jemish Bhagat
589K subscribers
54,986 views
0

 Published On Apr 20, 2024

કષ્ટભંજન છે દયાળુ મારા દાદા આજે,સૌનાં દુખડા કાપે
સાળંગપુર માં હેતે બીરાજે મારા દાદા આજે, સૌનાં..

હાં.....દાદાનાં દ્વવારે ભકતો રે આવે,તન મન ધન થી સેવા આપે
શરણે રાખી‌ સેવક જનને, દાદા અભયદાન આપે
ભવોભવ નીં ભ્રમણા ભાંગે મારા દાદા આજે, સૌનાં..

હાં.....દાદાનાં દ્વારે રોગીયા રે આવે,જેને રોમે રોમે પીડા વ્યાપે
કાયા નીં વેદનાં દૂર કરીને, દાદા સુખડા ભરપૂર આપે
એવો આશા નો દિવડો પ્રગટાવે મારા દાદા આજે, સૌનાં..

૨.
હો રૂદીયે લાગે છે મને પ્યારા,અંજની માત નાં દુલારા
હો અખિલ બ્રહ્માંડમાં સૌથી ન્યારા,રામસેવક ઈ તો સૌથી સારા

હો જીંદગી કરી મેં તો એનાં રે નામે,નાચી રહ્યો છું એનીં ધુનનાં તાલે
હે આજે ઉમંગે દાદાનીં સંગે,રંગાયો એનીં ભકતિ નાં રંગે

હો આજે બિરાજે દાદા સારંગપુર ધામે,હાજરાહજુર કષ્ટભંજન નાં નામે
હે ભાવભીનાં ઉરે ભગતી નાં પૂરે,જીવન નાવ મારી એનાં સહારે

૩.
આજ નીરખી ઠરે છે મારી છાતી,મારુતિ નીં જોઈ જોઈ ને ઝાંખી
હાં હું તો થયો હૈયામાં રાજી રાજી,મારુતિ ની..

અંજની નો જાયો લાગે રૂપાળો,મુરત નયણું માં રાખી ,મારુતિ ની..

૪.
હે મદદ કરોને મહાવીર કષ્ટભંજન,મદદ કરોને મહાવીર

હાં સ્વામી ગોપાળાનંદજીએ સ્નેહે,હે પધરાવ્યા હરવાને પીર કષ્ટભંજન

હો કર જોડી કવિ માવદાન કે છે,પધારી હરોને હવે પીર કષ્ટભંજન

૫.
અંજની નો જાયો રામ રૂદીયે સમાયો,મારુતિ નંદન ઘર ઘરમાં પુજાયો

હો મહાબલી બજરંગ રામ બળવાળો,કષ્ટભંજન સૌનો છે રખવાળો
રામભકત ન્યારો ઈતો સૌથી સવાયો,મારુતિ..

રામ ભજન હો ત્યાં વાસ કરનારો,રામધૂન મગ્ન થઈ રમનારો
રામ ગુણ ગાતાં ઈતો હૈયે હરખાયો,મારુતિ..

૬.
હે દાદા તમે ભકત જનો નેં કાજ,સાળંગપુર ધામે બેઠાં રે લોલ
હે દાદા મારાં કષ્ટો સઘળાં નીવારો,કે ઝેર જીવન કરો મીઠાં રે લોલ

હે દાદા હું તો તમારે શરણે આવ્યો,કે હૈયા કીધાં હેઠા રે લોલ
હે દાદા મારાં ગુના કર્યા છે તમે માફ,કે દોષ મારા નથી દીઠ્યા રે લોલ

૭.
હો લગની લાગી છે તમારી,હો દાદા મને લગની લાગી છે તમારી
હે હું તો શરણે આવ્યો છું તમારી,હો દાદા હવે શરણે આવ્યો છું તમારી

હૈયે નેં હોઠે બસ તમારું નામ છે,મનડે નેં તનડે મારા તમારો મુકામ છે
હવે જનમ દેજો સુધારી,હો દાદા હવે..

રૂપાળી મૂર્તિ માં હાજર હનુમાન છે,ભાવનાં ભુખ્યા મારા દાદા મહાન છે
આવી કરુણા તમારી છે ન્યારી,હો દાદા હવે..

૮.
તેલ સિંદુર નેં આકડા નીં માળા,કરવા બજરંગી નું પુજન રે
એ હાલો હાલો સાળંગપુર જ‌ઈએ રે

દાદા ને ધામે કોણ કોણ આવે, એ રાજા રે આવે રંક રે આવે
હે સૌ કોઈ શીશ નમાવે રે,એ હાલો હાલો..

૯.
બજરંગી બહુ વ્હાલો રે લાગે,હે કષ્ટભંજન નીત સુખડા રે આપે

અંજની નો જાયો લાડકવાયો હે જુવો અંજની નો જાયો લાડકવાયો
આ ભગત નું હૈયું હરખાવે રે,

૧૦.
મારા કષ્ટભંજન દાદા,હુંતો જપું તારું નામ ધ્યાન તમારું દાદા ધરું આઠોજામ

પાવન કરતો પાપી જનોને વળી,ખોલે મુકતનાં દ્વાર,
વ્હાલ કેરી વર્ષા દાદા વરસાવે,પ્રેમ આપે એ અપાર

સુખ અને દુઃખમાં સંગે રે રહેતા,હેતે ઝાલીને મારો હાથ,
શરણે રાખી સેવક જન ને,અનાથ ને કીધો સનાથ

૧૧.
હે મારા કષ્ટભંજન દેવ સુણો ભકત નીં પોકાર
એ તમ વિના તમ વિના એ તમ વિના બીજો કોઈ નથી રે આધાર
દાદા નથી રે આધાર સુણો ભકતો નીં પોકાર,એ મારા કષ્ટભંજન

હે દોયેલી વેળા સમરૂ દાદા વેલી કરજો વાત
સંકટમોચન થ‌ઈને આવો સંકટ હરનાર
હે તમ વિના તમ વિના હે તમ વિના જીવન માં નથી કોઈ સાર
દાદા નથી કોઈ સાર સુણો ભકતો નીં પોકાર,એ મારા કષ્ટભંજન

૧૨.
હું છું તારો બાળ તમે મારાં માં નેં બાપ
દર્શન દેજો દાદા સુણી અંતર કેરો નાદ

રૂદીયે મારા કરજો દાદા આવીને મુકામ,
હરદમ હૈયે રહેજો કરવા પુરણકામ,
જાજી ન કરશો વાર મારી લેજો રે સંભાળ,
વાટ જુએ બાળ હવે હરો નેં સંતાપ

દેવળે આવ્યો હું તો દોડી તમ પાસ,
અંતરે અંધાર એમાં ભરોને ઉજાસ,
પુરી કરજો આશા મને કરશો નાં નિરાશ,
કષ્ટભંજન ભગત નાં કષ્ટ કરો નાશ

૧૩.
હે દાદા રે હનુમાન મને લાગે બહુ વ્હાલાં રે
હે લાગે બહુ વ્હાલાં મને પ્રાણથી છે પ્યારા રે

હે દિવ્ય અલૌકિક તેજ તમારું,સાગર સરીખું દિલડું તમારું
મોહી લેતું એતો મનડું મારું,સ્વરુપ તમારું જગથી ન્યારું
કરુણા વરસાવે દાદા નેણું નાં નજારા રે

હે ભયભંજન મારાં ભયને હરતાં,અવગુણ મારાં દિલે ન ધરતાં
સાથ સુધારી મને નિર્ભય કરતા,કૃપા નિધાન મારી ખબરુ રે રાખતાં
વ્હાલ કરી ભગત નું ચિત ચોરનારા રે

૧૪.
હે મને દાદા નીં લગની લાગી,બજરંગી નીં લગની લાગી
ઓ રે દાદા તમારાં ગુણલા ગાતાં આજે હૈયું મારું હરખાય
કષ્ટભંજન દેવનાં દર્શન થી મનડું બહુ મલકાય,મને..

ઓ રે દાદા તમારાં કંઠમાં રૂડી શોભે છે આકડા નીં માળ
હે બળવન મારા દાદા હનુમંત તમારા રૂપે ભગત મોહી જાય
કષ્ટભંજન દેવનાં દર્શન થી મનડું બહુ મલકાય, મને..

૧૫.
જુવો સાળંગપુરમાં રે નોબત વાગે સે
એ વાગે સે વાગે સે એ નોબત વાગે સે

હે દાદા કષ્ટભંજન સાક્ષાત એ દર્શન આપે સે
હે આપે સે આપે સે એ દરશન આપે સે

૧૬.
હે બેઠો છે દાદા સાળંગપુર ધામ,અખિલભુવન માં પડે રે હાંક
હે ભુતપ્રેત ભાગે ને ભાગે રે જીનાત,કષ્ટભંજન નીં જયાં પડે રે હાંક

સુખ દુઃખમાં જેનો અજોડ સાથ,દોયલી વેળાએ માથે મુકે છે હાથ
શરણો માં લઇ રાખે ભગત નીં લાજ,અખિલભુવન માં પડે રે હાંક

૧૭.
એ સાળંગપુર નાં હનુમાન વખણાય છે રે
કષ્ટભંજન છે નામ, સંકટમોચન મહાન,દેશી પરદેશી ગુણલા ગાય છે રે

ધન ધન છે ગોપાળાનંદજી રે,જેણે સ્થાપ્યાં છે આ હનુમાનજી રે
પુર્યા મુર્તિ માં પ્રાણ તુરંત સાચાં પરમાણ,
ગામોગામ એનાં ગુણલા ગવાય છે રે

૧૮.
એ સાળંગપુર ધામ મને રૂદિયે વ્હાલું, દાદા નાં દરશનીયે દોડી આવું
એ કષ્ટભંજન દાદા નામ તમારું,નિત્ય પરોઢીયે પ્રેમે ગાવું

એ તમારે શરણે શિશ નમાવું,સ્થિર કરવાને ચિત્ત મારું
હે નામ જપે નિત્ય ભગત તારું,ગાવું તો નામ હવે તારું ગાવું

૧૯.
મારૂતિ નંદન રે પ્રેમે પધારો મન મંદિર ની માય
મનમંદિર માં રે દાદા તમારો વાસ રે જો સદાય

ભાવ ભરેલું રે રૂદીયું મારું દાદા કરજો વાસ
ભગત નાં મનની રે આશાઓ નેં પુરજો ગણીને દાસ

૨૦.
હાકલું હંભળાય દાદા ની હાકલું હંભળાય
એ સાળંગપુર નીં માંય દાદા ની હાકલું હંભળાય

દાદા તમારી દ્રષ્ટિ પડતાં પાપી પાવન થાય
રડતાં મુખડે આવ્યો ‌ભગત હસતા મુખડે જાય

૨૧
ઓમ નમો..

show more

Share/Embed