થાળ - કનૈયાને લાડ અને આગ્રહથી જમાડતો થાળ - કનૈયા થોડુંક તો ખા - ઉષ્માબેન ( થાળ લખેલો નીચે છે)
Nimavat Vasantben Nimavat Vasantben
190K subscribers
18,955 views
0

 Published On May 9, 2024

અરે ઓ રે કનૈયા...
કનૈયા કનૈયા તું જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

સસરા અમારા શિખંડ પુરી લાવ્યા
સાસુજી મારા શીરો પૂરી લાવ્યા
શરમ સંકોચ રાખ્યા વગર જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

કાકાજી અમારા કચોરી લઈ આવ્યા
કાકીજી અમારા કટલેસ લાવ્યા
કજીયો કંકાસ કર્યા વિના જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

મામાજી મારા મોહનથાળ લાવ્યા
મામીજી મારા મેસુબ લાવ્યા
મગજમારી કર્યા વિના જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

જેઠ અમારા જલેબી લાવ્યા
જેઠાણી અમારા ગુલાબજાંબુ લાવ્યા
જગડા જગડી કર્યા વિના જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

દેર અમારા દાબેલી લાવ્યા
દેરાણી અમારા દાળવડા લાવ્યા
દોડાદોડી કર્યા વિના જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

ફુવા અમારા ફૂલવડી લાવ્યા
ફઈબા અમારા ફરસી પુરી લાવ્યા
ફેર ફૂદડી ફરિયા વિના જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

નણદોઈ અમારા નાન ખટાઇ લાવ્યા
નણદી અમારા નુડલ્સ લઈ આવ્યા
આના કાની કર્યા વિના જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

વેવાઈ અમારા વડાપાવ લાવ્યા
વેવાણ અમારા પાસ્તા લઈ આવ્યા
તોફાન કર્યા વિના તું તો જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

બનેવી અમારા બરફી પેંડા લાવ્યા
બેની અમારા બરફ ગોલા લાવ્યા
ડાયો ડાયો થઈને કાના જમવા બેસી જા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

પપ્પા અમારા પાણીપુરી લાવ્યા
મમ્મી અમારા માખણ લઈ આવ્યા
પીરસેલો થાળ કાના ભાવ ધરી ખા
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

જળ રે જમુનાની જારી ભરાવું
લવિંગ સોપારીના બીડલા મંગાવું
થાળ આરોગવા વાલા વેલો વેલો આવ
ધરાવ્યો છે થાળ કાના થોડુંક તો ખા...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

show more

Share/Embed